હવા ને હવા, હવા ને હવા રહી જીવનમાં, બદલાતી ને બદલાતી
દિશા એમાં તો એની રે, ના શક્યા અમે એમાં તો પારખી
મૂંઝાયા ને અટવાયા અમે એમાં તો એવા, થઈ હાલત એવી અમારી
થયાં ના કામો એમાં તો પૂરાં, દુઃખી થવાની આવી એમાં તો વારી
દુઃખી ને દુઃખી થાતા રહ્યા જીવનમાં, બદલી ના શક્યા દિશા અમારી
વિવિધ પવન ને પવન રહ્યા ફૂંકાયા જીવનમાં, પડી જોવી રાહ તો ભારી
અંધારામાં ગયા એવા તો ઘસડાઈ, દિશાનું ભાન દીધું ભુલાવી
કરતાં ને કરતાં રહીએ કર્મો જગમાં અમે, દેજો અહં બધું અમારું હટાવી
બની સ્વજન અમારા રે પ્રભુ, રહેજો સાથમાં તો અમારી ને અમારી
દાસ ભાવે સદા પ્રાર્થીએ રે તને, છો માલિક તમે, વિનંતી છે અમારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)