રે - તો કેટલું સારું, રે - તો કેટલું સારું
રે પ્રભુ, તને સાચી રીતે જીવનમાં જો, સમજી શક્યો હોત તો તો કેટલું સારું
તારી સાચી રાહને રાહે જીવનમાં જો ચાલ્યો હોત તો કેટલું સારું
જીવનમાં સાચા પ્રેમનું પાન કરી, અન્યને પાયાં હોત તો કેટલું સારું
જીવનમાં રે પ્રભુ દિલથી તારો, દીવાનો બન્યો હોત તો કેટલું સારું
જીવનમાં તો સુખદુઃખને જો, ભૂલી શક્યો હોત તો કેટલું સારું
જીવનમાં તો ખોટી નિરાશાઓમાં, ડૂબ્યો રહ્યો ના હોત તો કેટલું સારું
જીવનમાં હૈયેથી અહં ને અભિમાનને, ખંખેરી શક્યો હોત તો કેટલું સારું
જીવનમાં સહુની સાથે યોગ્ય રીતે જો, વર્તી શક્યો હોત તો કેટલું સારું
જીવનમાં સર્વે ગુણોને જો, અપનાવી શક્યો હોત તો કેટલું સારું
આ જીવનમાં જીવનને જો, છેલ્લો ફેરો બનાવી શકું તો કેટલું સારું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)