નિરાશાઓને નિરાશાઓના ઘૂંટડા પીવરાવીશ રે પ્રભુ,
એ તો ક્યાં સુધી, ક્યાં સુધી
મંઝિલને મંઝિલના દૂરથીજ દર્શન કરાવ્યા, કરીશ રે પ્રભુ, એ તો ...
મારા યત્નોને, યત્નોને તો જીવનમાં રાખીશ વાંઝિયા રે પ્રભુ, એ તો ... તપાવ્યા કરીશ મને તારા વિરહમાં, જીવનમાં રે પ્રભુ, એ તો ...
દુઃખ દર્દના સિસકારા લેવરાવ્યા કરીશ, જીવનમાં રે પ્રભુ, એ તો ...
તારી માયાને માયાના જળમાં ડુબાડી રાખી, અટકાવીશ દર્શન તારા રે પ્રભુ, એ તો..
નડતાંને નડતાં રહ્યાં છે વિકારો જીવનમાં, અટકાવીશ નહિ રે પ્રભુ, એ તો..
તૂટયું નથી તારું મારું રે જીવનમાં, રહેવા દઈશ અંતરમાં એને રે પ્રભુ, એ તો...
તારી દયા ને કૃપાના બિંદુ વિના, સુકાવા દઈશ હૈયાંની મારી હરિયાળી રે પ્રભુ, એ તો...
તારા તેજના કિરણ તપે જગમાં, રાખીશ હૈયે મારા અંધકાર રે પ્રભુ,એ તો..
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)