જૂનાંને નવાં કર્મોના રે તારાં, પડશે મેળ મેળવવા જીવનમાં તો એના
કાં જાશે એ તો વધી, કાં જાશે એ ઘટી, મેળવ્યા હશે મેળ તો જેવા
વધતા ને ઘટતા જાશે, સુખદુઃખના તો, જીવનમાં તો પ્યાલા
જેવા ને જેવા, હશે જીવનમાં, મેળ તો જીવનમાં તો જેવા સાધ્યા
વિચારી વિચારી પડશે જીવનમાં, જીવનમાં સદા એને તો સાધવા
કુમેળ કે સુમેળ પર હશે આધાર, સુખશાંતિના જીવનમાં તો તારા
ગણજે જીવનની એને તું પરમ કળા, મળશે નહીંતર અધૂરપના પ્યાલા
છે બધું જીવનમાં તો સદા આ, જીવનમાં હાથમાં તો તારા ને તારા
કર્મોનો તો છે આધાર તારાં કર્મો ઉપર, કર્યાં હશે તેં જેવાં ને જેવાં
સમજી સમજીને કરજે તું કર્મો, છે એ તો હાથમાં તો તારા ને તારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)