છે જરૂરત તો જગમાં તો સહુને, જગમાં તો કોઈને કોઈની
છે જરૂરત તો આજે તારી તો એને, પડશે જરૂરત તને તો એની
કોઈના વિના કામ અટકતું નથી, છે જરૂરત સારી રીતે પૂરું કરવાની
છે જરૂરત તો જગમાં તો સહુને, સાચી રીતે તો અન્યને સમજવાની
પડતી ને પડતી રહેશે રે જગમાં, જરૂરત તો સહુને તો સહુની
થાશે ઇન્કાર જગમાં, કોઈથી તો ક્યાંથી તો આ હકીકતની
જીવન તો છે આધારિત ને આધારિત, છે વાત આ તો જીવનની
કરજો કોશિશ પડે જરૂર ઓછી, છે ચાવી તો આ સુખી થવાની
કરજો ના કોશિશ જરૂરત સરખાવવાની, જુદી જુદી એ રહેવાની
પરમ જરૂર તો છે જગમાં સહુની, જનમફેરા તો અટકાવવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)