બોલતા ને બોલતા રહે છે, તો સહુ જગમાં ને જગમાં
કોઈ વગર વિચાર્યું બોલશે, તો કોઈ સમજીને બોલશે
કરતા ને કરતા રહેશે સહુ, તો જગમાં ને જગમાં
કોઈ વગર વિચાર્યું તો કરશે, તો કોઈ સમજીને કરશે
કોઈ ને કોઈના સાથ તો રહેશે, મળતાં તો જગમાં ને જગમાં
કોઈ અજાણતા તો એ દેશે, તો કોઈ સમજીને દેશે
થાતું ને થાતું રહેશે બધું, તો જગમાં ને જગમાં
કાંઈક તો અણધાર્યું થાશે, કાંઈક તો ધાર્યું થાશે
વણઝાર ને વણઝાર ચાલે છે, કર્મોની તો જગમાં ને જગમાં
કોઈ કર્મો તો અટકી જાશે, કોઈ કર્મો તો ના અટકશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)