જનારા તો ગયા, રડતા ને રડતા સહુને મૂકીને તો ગયા
ગયા એ તો એવા ગયા, પત્તો એનો ના તો એ તો મૂકતા ગયા
હતાં પાસે ને પાસે, સાથે ને સાથે, ઓતપ્રોત એવા એ તો થઈ ગયા
જગમાંથી જેવા એ તો ગયા, ખાલીપો એનો એ તો દઈ ગયા
યાદે યાદે જીવંત એ તો રહ્યા, નયનો તોય શોધી એને ના શક્યાં
શોધતા ને શોધતા એને, ચિત્રો એની યાદોનાં ઊભાં થઈ ગયાં
સ્નેહભરી એની આંખોમાંથી વહેતાં, મીઠાં ઝરણાં જલવંત બન્યાં
વિષાદના ઘેરા તિમિરમાં, તીવ્ર યાદની વીજળી ચમકાવી ગયા
આવશે યાદ સદા તો એની હૈયે, હૈયાના તાર ઝણઝણાવી ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)