હાલત તો જુઓ સાગરની, બે આકર્ષણોમાં એ અટવાતો જાય છે
છે આકર્ષણ ખુદને ખુદની મસ્તીનું, બીજું આકર્ષણ કિનારે ઘસડી જાય છે
અનિર્ણીતને અનિર્ણીત રહ્યો એ એમાં, ભરતી ને ઓટ સરજાઈ જાય છે
વેગ આકર્ષણોના એમાં વધતા ને ઘટતા તો સદા એમાં તો જાય છે
હાંકી હાંકીને તો વેગમાં, ફીણ ને ફીણ એ તો ઓકતો ને ઓકતો જાય છે
તોય મસ્તી ને મસ્તીમાં મસ્ત રહી, ભરતી ને ઓટમાં રમતો જાય છે
અટકી નથી આ રમત એની નિત્ય, રમત આ એ રમતો ને રમતો જાય છે
છે હરેક માનવહૈયાના સાગરની વાત, ભાવના ભરતી-ઓટ સર્જાય છે
છે એક આકર્ષણ તો માયાના કિનારાનું, બીજું સાનમાં ઊંડાણમાં થઈ જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)