તાનમાં ને તાનમાં રહ્યા છીએ જીવનમાં, એમાં તો ગુલતાનમાં
સમજ્યા, સમજ્યા નહીં જીવનમાં, જીવનમાં સમજ્યા નહીં સાનમાં
મળતી ને મળતી રહી લપડાકો જીવનમાં, આવ્યા થોડા એમાં ભાનમાં
સરકતાને સરકતા રહ્યા જીવનમાં, જીવનભર તો ખોટા અભિમાનમાં
ખોટા ને ખોટા પકડીને તો રસ્તા, પલટાવી દીધું જીવનને વેરાનમાં
જીવી શકશો જીવનમાં કેટલા દિવસ, જીવનમાં ખોટી ને ખોટી શાનમાં
મળતાં નથી જીવનમાં તો કાંઈ, સદ્ગુણો ને કર્મો તો કાંઈ દાનમાં
કરી કરી કોશિશો જીવનમાં, ના નીકળી શક્યા બહાર, અવગુણોની રાતમાં
રહેશો ના જીવનમાં તો, જીવનમાં તો ખોટાં અભિમાન ને માનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)