દિલ તારા ઉપર વીતતું રહ્યું છે જેવું, એવું ને એવું જો વીતતું રહેશે
હાલત તારી રે, એમાં તો કેવી રે થાશે (2)
કર્યું સહન ખૂબ તેં તો જીવનમાં, ઉજાળ્યું નામ, જીવનમાં તેં તો સહનશીલતાનું
શું હતો ના ઇલાજ પાસે રે તારી, કે સહન કરવામાં હતી કોઈ તારી મજબૂરી
ગણવી એને તારી શું લાચારી, કે કહેવી એને તારી તો ખુમારી
ભલે સંજોગો ના નમ્યા જીવનમાં, નથી સંજોગો તને શક્યા તો નમાવી
હતી કોશિશો તારી જીત મેળવવાની, દઈ ના શકી હાર તને, એની નિશાની
ઇચ્છાઓ ને ઇચ્છાઓના રાસ તું રમ્યો, દીધું જીવનને એમાં ચકરાવે ચડાવી
કરી સહન ને સહન જીવનમાં બધું, દીધી હસ્તી એમાં તારી તેં વીસરાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)