પળ બે પળમાં તો, ઘણું ઘણું જગમાં તો થઈ જાય છે
પળ બે પળમાં, સમય સરકી, આગળ તો સરકી જાય છે
પળ બે પળમાં, આ જગ છોડી, બીજા જગની યાત્રા શરૂ થઈ જાય છે
પળ બે પળમાં, વિચારોમાં તો ક્યાં ને ક્યાં ખોવાઈ જવાય છે
પળ બે પળમાં તો જગમાં, જગનાં ચિત્રો, બદલાઈ ને બદલાઈ જાય છે
પળ બે પળમાં તો આંખના પલકારા, બંધ ને તો ખૂલી જાય છે
પળ બે પળમાં તો જગમાં, સૂકી ધરતી પણ ભીની થઈ જાય છે
પળ બે પળમાં તો હૈયામાં, ભાવો તો જાગીને શમી જાય છે
પળ બે પળમાં તો વિચારો, જીવનને જગાવીને ડુબાડી જાય છે
પળ બે પળની છે બાજી જીવનમાં, હારજીતનાં મંડાણ મંડાય છે
પળ બે પળ આવે છે જીવનમાં, દર્શન પ્રભુનાં કરાવી જાય છે
પળ બે પળમાં થઈ ગયાં દર્શન પ્રભુનાં, પળ બે પળ ખતમ થાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)