કર્યું રે કર્યું, કર્યું રે કર્યું, જીવન મારું રે મેં તો આવું રે કર્યું
વીણી ના શક્યો કંટક જીવનમાં, જીવન મારું રે મેં તો, કંટકભર્યું રે કર્યું
કરવું હતું જીવનને તો સુગંધિત, જીવનને મારા, મેં તો દુર્ગંધભર્યું કર્યું
પાથરવો હતેં પ્રકાશ જીવનનો જગમાં, મારા જીવનને મેં, અંધકારભર્યું કર્યું
ઉકેલવી હતી ગૂંચો જીવનની, જીવનને તો મેં તો ગૂંચવણભર્યું કર્યું
મારા જીવનમાં જીવનની ખોટી હઠમાં, પ્રભુને ના કહેવાનું મેં તો કહી દીધું
અહંના ઉછાળામાં, જીવનમાં અપમાનો ને અપમાનોનું ભાથું ઊભું કર્યું
ઇચ્છાઓ જગાવી જગાવી જીવનમાં, જીવનમાં દુઃખ તો ઊભું કર્યું
કર્યું કર્યું ભલે ઘણું રે જીવનમાં, જીવનમાં તો ઘણું ઘણું રહી ગયું
જીવનમાં મને રાખીને રે મધ્યમાં, મારું ને મારાનું જંગલ ઊભું કર્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)