આવી આવી જગમાં તો, કરો આજ તો આ વિચાર
આવીને જગમાં લીધા રે તમે, શેના શેના રે આધાર
જરૂરી, બિનજરૂરી લેતા ને લેતા, રહ્યા કોઈ ને કોઈ આધાર
કદી સમજીને, કદી અજાણતાં, મળતા રહ્યા કોઈ ને કોઈ આધાર
મળવા જોઈએ મળ્યા નહીં, જગતમાં એવા કયા રે આધાર
લેવા ચાહ્યા જે આધાર, મળ્યા બદલામાં કયા કયા આધાર
રહ્યું જીવન તો આધારો ઉપર, રાખ પરમ આધાર ઉપર આધાર
કંઈક વાર ઊંડા સવાલો, બની જાય છે જવાબોના આધાર
જગદાધારના આધાર ઉપર તો, છે આ જગતનો આધાર
હરેક ભાવ ને પ્રેમને તો છે, જરૂર તો કોઈ આધારનો આધાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)