અધીરાઈ ને અધીરાઈથી તો છે, જીવન અમારાં તો ભરેલાં
સમય તો છે થોડા, ને વેશ છે ઝાઝા, પડછાયા એના જીવન પર પડતા ગયા
કંઈકને મળવાને, કંઈકને કહેવા, થઈ જાય હૈયાં અધીરાઈભર્યાં
મેળવવું છે જીવનમાં જેજે, કરી નથી શકતા અમે અધીરાઈ વિના
અધીરાઈમાં ખાઈ જઈએ ગોથાં, કરી ના શકીએ અમે અધીરાઈ વિના
જોઈએ જીવનમાં અધીરાઈ જેમાં, અધીરાઈ એમાં અમે તો ચૂકી ગયા
રાખવી હતી અધીરાઈ સદ્ગુણોમાં, ઠેલતા ને ઠેલતા એને રહ્યા
સુખ કાજે જીવનમાં અધીરા બન્યા, યત્નોમાં ના અધીરા રહ્યા
અજબ છે અજંપા અધીરાઈના, એમાં ને એમાં તો અધીરા રહ્યા
જાગશે અધીરાઈ પ્રભુકાજે અજંપાભર્યા, પ્રભુ મળ્યા વિના નથી રહેવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)