Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5259 | Date: 08-May-1994
અણીનો ચૂક્યો સો વરસ જીવે, જીવનપર કાબૂ જે ખોય, જીવન એ ખોય
Aṇīnō cūkyō sō varasa jīvē, jīvanapara kābū jē khōya, jīvana ē khōya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5259 | Date: 08-May-1994

અણીનો ચૂક્યો સો વરસ જીવે, જીવનપર કાબૂ જે ખોય, જીવન એ ખોય

  No Audio

aṇīnō cūkyō sō varasa jīvē, jīvanapara kābū jē khōya, jīvana ē khōya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1994-05-08 1994-05-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=759 અણીનો ચૂક્યો સો વરસ જીવે, જીવનપર કાબૂ જે ખોય, જીવન એ ખોય અણીનો ચૂક્યો સો વરસ જીવે, જીવનપર કાબૂ જે ખોય, જીવન એ ખોય

જગતમાં જીવનનું ધ્યેય જે ભૂલે, જીવનમાં ધ્યેયની મંઝિલે ક્યાંથી પહોંચે

ભરી ભરી નાવડી સ્વાર્થના ભારથી, નાવડી રે આવી જગમાં કેટલું તરે

વસવા દેવી માયાને ઇચ્છાઓને હૈયે, પ્રભુ આવી એમાં તો ક્યાંથી વસે

દુઃખદર્દમાં દીવાનો બની જે ફરે, આસ્વાદ સુખનો ક્યાંથી એને મળે

નામ પ્રભુનું જીવનમાં તો જે ભૂલે, પ્રભુ જીવનમાં યાદ એને શાને રાખે

આંસુ ભલે જીવનની નબળાઈ હશે, પ્રભુ વિરહનાં આંસુ તો મોતી બને

પ્રભુદર્શનને જીવનનું જે કર્તવ્ય ગણે, હરેક કોશિશો એની પરમ કર્મ બને

જેને હૈયે યાદ પ્રભુની તો જલતી જલતી રહે, કર્મ બધાં એના એમાં નિત્ય બળે

જીવનમાં તો દુઃખદર્દની તો જે રાખ કરે, જગમાં સાચા સુખનો સોદાગર એ બને
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

aṇīnō cūkyō sō varasa jīvē, jīvanapara kābū jē khōya, jīvana ē khōya

jagatamāṁ jīvananuṁ dhyēya jē bhūlē, jīvanamāṁ dhyēyanī maṁjhilē kyāṁthī pahōṁcē

bharī bharī nāvaḍī svārthanā bhārathī, nāvaḍī rē āvī jagamāṁ kēṭaluṁ tarē

vasavā dēvī māyānē icchāōnē haiyē, prabhu āvī ēmāṁ tō kyāṁthī vasē

duḥkhadardamāṁ dīvānō banī jē pharē, āsvāda sukhanō kyāṁthī ēnē malē

nāma prabhunuṁ jīvanamāṁ tō jē bhūlē, prabhu jīvanamāṁ yāda ēnē śānē rākhē

āṁsu bhalē jīvananī nabalāī haśē, prabhu virahanāṁ āṁsu tō mōtī banē

prabhudarśananē jīvananuṁ jē kartavya gaṇē, harēka kōśiśō ēnī parama karma banē

jēnē haiyē yāda prabhunī tō jalatī jalatī rahē, karma badhāṁ ēnā ēmāṁ nitya balē

jīvanamāṁ tō duḥkhadardanī tō jē rākha karē, jagamāṁ sācā sukhanō sōdāgara ē banē
Scan Image

Gujarati Bhajan no. 5259 by Satguru Devendra Ghia - Kaka
First...525752585259...Last