નડતું રે ગયું, નડતું રે ગયું, મારું કરેલું મને નડતું રે ગયું
વિચારીને ના કર્યું, સમજીને ના કર્યું, મારું કરેલું મને તો નડયું
રાખી ના શક્યો ક્રોધને કાબૂમાં, ભોગ મારે એનું બનવું પડયું
બેજવાબદારીના ભેળવ્યા સૂર જીવનના, ઉપાધિના ભોગ બનવું પડયું
નાસમજમાં ને નાસમજમાં કર્યું ઘણું જીવનમાં, ભોગ એનું બનવું પડયું
લલચાઈ લલચાઈ લોભ-લાલચમાં, જીવનમાં ભોગ એનું બનવું પડયું
અસંતોષમાં જીવનને જલાવી જલાવીને, અશાંતિના ભોગ બનવું પડયું
વેર ને વેર જગાવી જીવનમાં, વેરાન જીવનના તો ભોગ બનવું પડયું
ઇચ્છાઓ અને કામનાઓ જગાવી જીવનમાં, ભોગ એના તો બનવું પડયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)