હાંકજે રે હાંકજે સંભાળીને રે, સંસારની હોડી રે તારી જીવનમાં, સંભાળીને તું હાંકજે રે
એક તીરે તો છે રે ભક્તિનો રે વાસ રે, બીજે તીરે તો છે મોહ માયાનો રે નિવાસ રે
એક તીરે તો છે પુણ્યનો રે વાસ રે, બીજે તીરે તો છે પાપનો તો નિવાસ રે
એક તીરે તો છે સત્યનો રે વાસ રે, બીજે તીરે તો છે અસત્યનો રે નિવાસ રે
એક તીરે તો છે સુખનો રે વાસ રે, બીજે તીરે તો છે દુઃખનો રે નિવાસ રે
એક તીરે તો છે પ્રેમનો રે વાસ રે, બીજે તીરે તો છે વેરનો રે નિવાસ રે
એક તીરે તો છે શાંતિનો રે વાસ રે, બીજે તીરે તો છે ઉચાટનો રે નિવાસ રે
એક તીરે તો છે સરળતાનો રે વાસ રે, બીજે તીરે તો છે લુચ્ચાઈનો રે નિવાસ રે
એક તીરે તો છે ધીરજનો રે વાસ રે, બીજે તીરે તો છે ઉત્પાતનો રે નિવાસ રે
એક તીરે તો છે પથરાયેલો ઉજાસનો રે વાસ રે, બીજે તીરે તો છે અંધકારનો રે નિવાસ રે
એક તીરે તો છે મુક્તિનો રે વાસ રે, બીજે તીરે તો છે, બંધનોનો રે નિવાસ રે
કરી પસંદગી તીરથી તો તારી રે, લંગારજે રે નાવડી રે તારી તો એ તીરે રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)