કરી કરી તું શું જીવનમાં તો કરવાનો (2)
કરી નથી તૈયારી પૂરી જ્યાં, સંજોગો સામે તો તું ઝૂકી જવાનો
થઈ નથી તૈયારી તો જ્યાં પૂરી, સામનામાં ક્યાંથી તું ટકવાનો
રાખી આશાઓ તૈયારી વિના, રહેશે હાથમાં, સંખ્યા વિનાનો સરવાળો
ટાળી શકે તો ટાળજે સામનો, તૈયારી વિના કરશે ઊભો એ ગોટાળો
તૈયારી વિના તો ઝૂંટવાઈ જશે જીવનમાં, હોઠ સુધીનો સફળતાનો પ્યાલો
નિષ્ફળતા ને નિષ્ફળતા જાશે મળતી, બંધાઈ જશે જીવનમાં ખોટાં ખયાલો
થઈ જાશે તૈયારી પૂરી જ્યાં જીવનમાં, દઈ શકાશે સાચા ઘાટો
શોભી શકશે ક્યાંથી, લાવી શકશે ક્યાંથી, સામનો તૈયારી વિનાનો
સાચી તૈયારી વિના, જીવનમાં ઊંડે ને ઊંડે, નીચે તું ઊતરી જવાનો
તૈયારી વિનાનો સામનો, છે મંડાણ એ તો જીવનમાં હારવાનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)