પ્રતિસ્પર્ધીને પ્રતિસ્પર્ધીને મારા, જીવનમાં હું શોધવા નીકળ્યો
મારા ને મારા જેવો પ્રતિસ્પર્ધી, જીવનમાં મને તો ના મળ્યો
શોધી રાખી મારી મેં તો ચાલુ, જીવનમાં એને શોધતો ને શોધતો રહ્યો
આખર થાકીને રે જીવનમાં, જીવનમાં દર્પણ સામે હું તો ઊભો રહ્યો
હતી તલાશ મને મારા પ્રતિસ્પર્ધીની, મને એમાં એ મળી ગયો
થાક્યો હતેં મારા પ્રતિસ્પર્ધીને ગોતતો, રહ્યો હતેં એને હું શોધતો
મળી ગયો દર્પણમાં મને મારા, થાકના ક્રોધમાં હાથ તો મેં ઉગામ્યો
વાર ના લગાડી મારા પ્રતિસ્પર્ધીએ ત્યારે, સામે હાથ એણે ઉગામ્યો
સમજી ગયો તુરંત ત્યારે હું તો, મને મારા જેવો પ્રતિસ્પર્ધી મળી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)