અહં ને અહંમાં ઉછાળા જગમાં દેખાય છે, જગ એમાં તો પીડાય છે
થાતાં ને થાતાં રહ્યાં છે કાર્યો જગમાં, કોઈ ને કોઈ અહં એમાં તો પોષાય છે
અહં વિનાનો માનવી જગમાં ના જડે, પ્રભુ એમાં તો મૂંઝાય છે
માઝા મૂકે અહં જીવનમાં જ્યારે, પતનનાં પગથિયાં તો એ બની જાય છે
અહં જ્યારે દ્વેષ કે વેરમાં પલટાય છે, જીવનને આંચકા એ આપી જાય છે
જગમાં નાના મોટા અહંમાંથી, જગમાં નાના મોટા જંગ તો ખેલાય છે
અહં ને અહં તો જીવનમાં, સબંધોમાં તિરાડનું કારણ બની જાય છે
અહંના વળ ચડે જીવનમાં જ્યાં, સહનશીલતાને બાજુએ એ ધકેલી જાય છે
સદ્ગુણોના પણ ચડી જાય અહં જ્યાં હૈયે, પ્રગતિ એ તો રૂંધી જાય છે
ઉચ્ચ ગુણોના અહંને સતત જાગૃતિ, એના જીવનને ઊંચે એ લઈ જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)