છે શું તું જીવનમાં તો એવો, બનવું હતું જીવનમાં તારે તો જેવો
બની શક્યો છે શું તું એવો, ના કેમ બની શક્યો જીવનમાં તું એવો
રોક્યો બનતાં જીવનમાં તને કોણે, શાને બની ના શક્યો જીવનમાં તું એવો
ભૂલો ને ભૂલો કરતો રહ્યો તું જીવનમાં, ના એને કેમ તો તું સુધારી શક્યો
કોશિશોમાં ક્યાં, પાછો તું પડયો, જીવનમાં કોશિશો પૂરી કેમ ના તું કરી શક્યો
તારો ને તારો સાથ તો જીવનમાં, શાને જીવનમાં ના તું લઈ શક્યો
ખાજે દયા જીવનમાં પહેલી તો તું તારી, બનતું હતું જેવું, ના તું બની શક્યો
જોઈ જોઈ પ્રગતિ જીવનમાં તો અન્યની, શાને એમાંથી તું ના સમજી શક્યો
બગડયું નથી હજી તો જીવનમાં, બની જા જીવનમાં, બનવું છે જીવનમાં તારે જેવો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)