આમંત્રણ કોને દેવું જીવનમાં તો, આમંત્રણ તો કોને દેવું
રાહ જોઈ રહ્યા છે તારા આમંત્રણની, આમંત્રણ તો કોને દેવું
શું દુર્ગુણ કે સદ્ગુણ દ્વાર ઠોકતા રહ્યા છે ઊભા, કોના કાજે દ્વાર ખોલવું
વગર વિચાર્યે ખોલ્યાં જો દ્વાર, આમંત્રણ વિના આવશે એ દોડતું
હાથ હેઠા પડે ના જીવનમાં તારા, આમંત્રણ જીવનમાં તો એને દેવું
રહી શકે શાંતિથી જીવનમાં તું જેની સાથે, આમંત્રણ તો એને દેવું
જેના સાથથી વધે જીવનમાં તારી શાન, આમંત્રણ તો એને દેવું
ભૂલેચૂકે આમંત્રણ દુર્ગુણોને ના દેવું, પડશે નહીંતર જીવનમાં સહેવું
સમજી-વિચારી દેજો આમંત્રણ એને જીવનમાં, આમંત્રણ હોય જેને દેવું
સદાય છે માનવને માથે તો, કાળનું આમંત્રણ તો ઊભું ને ઊભું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)