I thank You, I thank You, I thank You,
ગુજરાતીમાં કહું તને રે પ્રભુ, તારો હું આભાર માનું છું
નાઉમ્મીદ થયેલ મારા દિલને રે પ્રભુ, ઉમ્મીદોથી તો તેં ભરી દીધું
પ્રભુ વ્હાલથી કહું, પ્રભુ પ્યારથી કહું, હું તારો આભાર માનું છું
આ કપટભરી દુનિયામાં, કપટરહિત, રાખ્યું પ્રભુ તેં તો મારું હૈયું
ભાવ ભરીને રે પ્રભુ, તને કહું છું, હું તારો આભાર માનું છું
જીવી રહ્યો છું, લઈ રહ્યો છું, શ્વાસો તારી કૃપાથી રે પ્રભુ
શબ્દો પડે છે ઓછા ભાવો વ્યક્ત કરવા, હું તો તારો આભાર માનું છું
લડખડાતા મારા જીવનને સ્થિર કરવા, કરે છે પ્રભુ તું તો બધું
કહી નથી શકતો વધુ તને રે પ્રભુ, હું તો તારો આભાર માનું છું
તારા વિના નહીં રહી શકું, કહી કહીને જીવનમાં હું તો રહેતો રહ્યો છું
સમજશક્તિ તારી હું તો માગું છું, પ્રભુ હું તો તારો આભાર માનું છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)