Hymn No. 5311 | Date: 06-Jun-1994
|
|
Text Size |
 |
 |
1994-06-06
1994-06-06
1994-06-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=811
દુઃખ નથી કાંઈ સર્જન એ તો બીજાનું, એ તો તારું ને તારું સર્જન છે
દુઃખ નથી કાંઈ સર્જન એ તો બીજાનું, એ તો તારું ને તારું સર્જન છે છોડીને એને જઈશ તું ક્યાં, તારી ને તારી પાછળ એ તો પડવાનું છે ઊભું કર્યું એને તેં, પોષ્યું એને તો તેં, કનડતું ને કનડતું તને, એ રહેવાનું છે સમજીશ સારી રીતે જો એને, તને જીવનમાં એ તો ઓછું નડવાનું છે કારણ જગાવી સર્જન તેં કર્યું, વિપરીત કારણ મોત એનું બનવાનું છે તારી લાચારી ને તારી બિનતૈયારી, ઉત્તેજન એને તો દેતું રહેવાનું છે તારા એ સર્જનનું તોફાન, જીવનમાં તારે ને તારે તો ભોગવવાનું છે સુખનું સર્જન કરીશ જીવનમાં જ્યાં સાચું, ત્યાંથી એ તો ભાગવાનું છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dukh nathi kai sarjana e to bijanum, e to taaru ne taaru sarjana che
chhodi ne ene jaish tu kyam, taari ne taari paachal e to padavanu che
ubhum karyum ene tem, poshyum ene to tem, kanadatum ne kanadatum tane, e rahevanum che
samajisha sari rite jo ene, taane jivanamam e to ochhum nadavanum che
karana jagavi sarjana te karyum, viparita karana mota enu banavanum che
taari lachari ne taari binataiyari, uttejana ene to detum rahevanum che
taara e sarjananum tophana, jivanamam taare ne taare to bhogavavanum che
sukhanum sarjana karish jivanamam jya sachum, tyathi e to bhagavanum che
|
|