એ તો ફરી જાશે રે, એ તો ફરી જાશે રે
ઊઠયા છે તોફાની વાયરા જીવનમાં રે, એ તો શમી જાશે રે
રહે ના સ્થિર વાયરા, રહે બદલાતા, એ તો બદલાઈ જાશે રે
રહ્યા એ ફરતા ને ફરતા, રહ્યા ના સ્થિર, એ તો બદલાઈ જાશે રે
સવારની તો સાંજ પડે, સાંજની સવાર, સમય તો બદલાઈ જાશે રે
નથી રોકાયું કાંઈ પણ તો જગમાં, એ તો ચાલ્યું જાશે રે
સુખદુઃખના રે વાયરા રહેશે એ તો વાતા, એ તો પલટાઈ જાશે રે
કર વિચાર જરા, રહ્યું શું સ્થિર તારા જીવનમાં, એ તો ફરી જાશે રે
આવશે ના અંદાજ એનો જીવનમાં, ક્યારે જીવનમાં એ તો ફરી જાશે રે
ફરતા ફરતા જીવનમાં, દિલમાં તો કંઈ ને કંઈ તો રહી જાશે રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)