Hymn No. 5318 | Date: 09-Jun-1994
|
|
Text Size |
 |
 |
લાગે રે પ્રભુ, તારી યાદનું તો દર્દ, હૈયામાં તો મીઠું મીઠું
Lage Re Prabhu,Tari Yaadnu To Darad,Haiyama To Mithumithu
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
લાગે રે પ્રભુ, તારી યાદનું તો દર્દ, હૈયામાં તો મીઠું મીઠું મળે જ્યાં, જાગે જ્યાં, હૈયામાં એક વાર, દિલ ચાહે, રહે એ મળતું ને મળતું એ દર્દની મીઠાશમાં, જીવનમાં મન જાય, રહે એમાં તો એ ખોયું ખોયું ભુલાવી દે પીડા જગની એ તો બધી, રહે દર્દની પીડા ભલે એ દેતું ને દેતું એ પીડામાં પડયું જ્યાં દિલ, રહે દિલ આસ્વાદ એનું લેતું ને લેતું થઈ ના શકે, સરખામણી જગના બીજા દર્દ સામે, છે દર્દ તો અનોખું ને અનોખું દર્દ તો છે એ એવું અનોખું, રહે જીવનના પાપને એ ધોતું ને ધોતું દર્દ એ દિલનું દિલમાં રહી, રાખે તનડાને આનંદમાં મહેકતું ને મહેકતું રાખો આંખ બંધ કે ખુલ્લી, રહે દિલમાં ને નજરમાં એ નાચતું ને નાચતું આવા દર્દને જીવનમાં, રહે જીવન તો સદા આવકારતું ને આવકારતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|