અંતરના અજવાળે, અજવાળે રે, જીવનમાં હું તો ચાલ્યો જાઉં છું
જીવનના અંધકારમાંથી મારગ કાઢી, અંધકારથી ના હું ગભરાઉં છું
અંતરના પ્રકાશમાં, જીવનમાં પગલાં મારાં, તો અજવાળતો જાઉં છું
પ્રભુના વિશ્વાસના લેપ હૈયે ચડાવી, અજવાળાં હું વહાવતો જાઉં છું
પથ જીવનનો તો છે લાંબો, અજવાળે અજવાળે હું કાપતો જાઉં છું
અજવાળામાં શીખવા મળે છે, જીવનમાં તો એ, હું શીખતો જાઉં છું
અંતરના અંતરાયોને દૂર કરીને, અંતરના અજવાળાને હું ખોલતો જાઉં છું
સુખદુઃખની ધારાઓમાં, જીવનમાં ડૂબકાં મારું, હું એ કરતો જાઉં છું
મેલા મનને સાફ કરી કરી, અજવાળું અંતરનું એમાં પાથરતો જાઉં છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)