Hymn No. 5330 | Date: 19-Jun-1994
|
|
Text Size |
 |
 |
કંટાળી ના જાશો તમે, મારા વ્હાલા રે પ્રભુ, મારા કેમ ને કેમથી રહ્યો આપતો કંટાળો તો તને, કેમ આમ, કર્યું કેમ ના કર્યું, એ પૂછી મૂંઝવી રહ્યા છે અનેક પ્રશ્નો, રહ્યો છું પૂછી તને, એ તો કેમ ને કેમથી જાગે ઉત્સુકતા જાણવાની હૈયામાં ઘણી, કરું છું રજૂ એને હું કેમ ને કેમથી કદી સંતોષે છે તું એને પ્રેરણાથી, રહે છે બાકી ઘણું મોટું એ કેમ ને કેમથી લાગે કદી મને જાઉં છું શંકામાં, ખૂંપી રહે છે બાકી, તોય એ કેમ ને કેમથી અનેક પ્રશ્નોની છે મારી પ્રશ્નાવલિ, રજૂ કરતો રહું છું, પૂછી કેમ ને કેમથી અધર ને હૈયા ઉપર તો આવી જાય છે, શબ્દો તો એથી, કેમ અને કેમથી નથી કોઈ ઉદ્દેશ મારો, તને મૂંઝવી દેવાનો, અટકતી નથી આ ધારા કેમ ને કેમથી મૂંઝાઉં છું હું જ્યારે જ્યારે હું સવાલોથી, પૂછું છું તને હું તો કેમ ને કેમથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|