કરી બેઠા, કરી બેઠા, કરી બેઠા, અન્યાય જીવનમાં અન્યને કરી બેઠા
બેજવાબદારીભર્યા વર્તનને, જીવનમાં તો જ્યાં ના રોકી શક્યાં
રાખીને પોતાના સુખને મધ્યમાં, અન્યના સુખની અવગણના કરી બેઠા
અન્યની વાતને ને અન્યને સમજવાનાં, દ્વાર બંધ જ્યાં કરી બેઠા
અન્યની વાતને પૂરી સમજ્યા વિના, એને ગુનેગાર જ્યાં ઠરાવી બેઠા
પોતાના અહંને પોષવા, જીવનમાં અન્યને તો જ્યાં કોડીના કરી બેઠા
ક્રોધને જીવનમાં ના કાબૂમાં રાખી, અન્યનું અપમાન જ્યાં કરી બેઠા
નવાજી તુચ્છકારભરી દૃષ્ટિ જીવનમાં, આવકાર આપી આવી બેઠા
અન્યની આવડતને ના જ્યાં સ્વીકારી શક્યા, અવગણના એની કરી બેઠા
સ્વાર્થમાં ડૂબી, ન્યાયી વાત ના સ્વીકારી શક્યા, અન્યાય ત્યાં કરી બેઠાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)