રમત રમતી રે (2) માડી તારી રે, આંખોના પલકના પલકારા
કરી રહી છે રે (2) મને રે એમાં, જીવનના તો કંઈક ઇશારા
તારા ઇશારા કહી રહ્યા છે રે મા, પૂછી રહ્યા, છે હાલ કેવા તારા
થાક્યો નથી હજી શું તું, જીવનભર તો ઘૂમી ઘૂમીને રે માયામાં
જીવન જીવ્યો તું તારી રીતે, આવ્યું શું હાથમાં, જીવનમાં તો તારા
વર્ત્યો તું તારી રીતે, જીવ્યો તારી રીતે, વીત્યા કેટલા દુઃખ વિનાના દહાડા
રાહ જોઈ રહ્યો છું, ખૂટી નથી ધીરજ મારી, આવે ક્યારે તારામાં સુધારા
જીવનના ખેલ કાંઈ નકલી નથી, છે અસલી, છે એ તો હાથમાં તારા
જીવનમાં સમાયું છે ઘણું, સમાય છે ઘણું, કરે છે તારી આંખના ઇશારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)