Hymn No. 5345 | Date: 26-Jun-1994
સુખદુઃખ તો છે મનની રે સ્થિતિ, ના મન વિના એ અનુભવાશે
sukhaduḥkha tō chē mananī rē sthiti, nā mana vinā ē anubhavāśē
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1994-06-26
1994-06-26
1994-06-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=845
સુખદુઃખ તો છે મનની રે સ્થિતિ, ના મન વિના એ અનુભવાશે
સુખદુઃખ તો છે મનની રે સ્થિતિ, ના મન વિના એ અનુભવાશે
મન તો રમશે જેમાં ને જેમાં, અનુભવ એનો તો થાશે ને થાશે
મન લાગ્યું જ્યાં ધર્મમાં કે કર્મમાં, આનંદ એમાં તો એ લૂંટશે ને લૂંટશે
દુઃખમાંથી તો મન જ્યાં ખસ્યું, અનુભવ દુઃખનો ત્યાં અટકી જાશે
મન ભટકતું જ્યાં અટકી જાશે, મન શાંતિનો અનુભવ આપી જાશે
મન વિકારોમાં જ્યાં રાચતું જાશે, દુઃખના અનુભવ એ તો કરાવશે
શું પ્રેમ શું, કે વેર શું, હૈયામાં જ્યાં જાગશે, મન અનુભવ એનો કરાવશે
છે સાધનાનો સાર તો આ, જીવનને મન વિના તો બધું અધૂરું રહેશે
મનને રાખશું જો સાથમાં ને સાથમાં, જાવું હશે જ્યાં ત્યાં એ લઈ જાશે
મન છે તારું સાધન, મન છે તારી શક્તિ, મન વિના તું અધૂરો રહી જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sukhaduḥkha tō chē mananī rē sthiti, nā mana vinā ē anubhavāśē
mana tō ramaśē jēmāṁ nē jēmāṁ, anubhava ēnō tō thāśē nē thāśē
mana lāgyuṁ jyāṁ dharmamāṁ kē karmamāṁ, ānaṁda ēmāṁ tō ē lūṁṭaśē nē lūṁṭaśē
duḥkhamāṁthī tō mana jyāṁ khasyuṁ, anubhava duḥkhanō tyāṁ aṭakī jāśē
mana bhaṭakatuṁ jyāṁ aṭakī jāśē, mana śāṁtinō anubhava āpī jāśē
mana vikārōmāṁ jyāṁ rācatuṁ jāśē, duḥkhanā anubhava ē tō karāvaśē
śuṁ prēma śuṁ, kē vēra śuṁ, haiyāmāṁ jyāṁ jāgaśē, mana anubhava ēnō karāvaśē
chē sādhanānō sāra tō ā, jīvananē mana vinā tō badhuṁ adhūruṁ rahēśē
mananē rākhaśuṁ jō sāthamāṁ nē sāthamāṁ, jāvuṁ haśē jyāṁ tyāṁ ē laī jāśē
mana chē tāruṁ sādhana, mana chē tārī śakti, mana vinā tuṁ adhūrō rahī jāśē
|