તું તો છે રે પ્રભુ, જગનો રે પાલનહાર
બની જાજે, આજે રે તું, મારો તારણહાર
કહું તને બીજું તો શું, સદા રહેજે મારો રક્ષણહાર
છે તું દિલદાર તો દિલનો, રહેજે તું દિલદાર
પાપોમાં ડૂબકી મારી ઊંડી, છવાયો છે એનો અંધકાર
મનના નચાવ્યા નાચ્યા, છે મારા મનનો તું જાણકાર
કુંઠિત એવી શક્તિમાં, છું હું અહંમાં તો ડૂબનાર
માયાના અંધકારમાં અટવાયો છું, અરે ઓ પ્રકાશ દેનાર
મારી વિનંતી ને મારા હૈયાનો કરજો રે સ્વીકાર
દેતો આવ્યો ને દેતો રહેશે, જગમાં તું તો દયાનો દેનાર
કરુણા વરસે જગ ઉપર તારી, અરે ઓ કરુણાના કરનાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)