રાખજે રે દોર, તારા જીવનનો તો તું તારા ને તારા હાથમાં રે
વાળજે જીવનને તો તું, વાળવું છે જ્યાં તારે તો એને
સોંપતો ના દોર તું વિકારોના હાથમાં, જીવનને તો એ તાણી જાશે
તણાયો તો જ્યાં એક વાર તું એમાં, ઉપાધિ ને ઉપાધિ ઊભી થાશે
કરીને નક્કી મંઝિલ તો તારી, જીવનમાં આગળ ને આગળ વધવું પડશે
વધ્યા એક વાર જ્યાં આગળ, પીછેહઠ કરવી તો મુશ્કેલ બનશે
કાર્ય જીવનનું તો પડશે કરવું, જીવનમાં ના આ તો તું ભૂલી જાજે
પહોંચવું છે મંઝિલ, જીવનમાં તો જ્યાં, બીજું બધું તો છોડવું પડશે
પહોંચ્યો છે જીવનમાં તું ક્યાં, જીવન તારું તો એ તો કહી દેશે
ઠગવા જઈશ અન્યને એમાં તો તું, તું ને તું એમાં તો ઠગાઈ જઈશ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)