રાખ્યા રાખ્યા ભાવો કંઈક તો કાબૂમાં, તો હૈયામાં
તોય જીવનમાંથી કંઈક, તો છટકી ગયા
સમજાયું ના જીવનમાં, કેમ ના રહ્યા કાબૂમાં, કેમ એ છટકી ગયા
મચાવ્યા તોફાનો કંઈક એણે જીવનમાં, કેમ ના કાબૂમાં એ આવ્યા
મચાવી મચાવી તોફાનો જીવનમાં, દુઃખી ને દુઃખી એ કરી ગયા
આવ્યા કંઈક પાછા કાબૂમાં, પાછા એ તો છટકી ને છટકી ગયા
કંઈક રહ્યા એવી સારી રીતે, સમૃદ્ધ ને સમૃદ્ધ એ તો થાતા ગયા
નાટક એના આવાં ને આવાં, જીવનમાં હૈયામાં તો ચાલતાં રહ્યાં
કેમ જાગ્યા, કેમ ટક્યા, કેમ છટક્યા જીવનમાં, ના એ તો સમજી શક્યા
કંઈક તો સુખી ને સુખી કરતા ગયા, કંઈક દુઃખી ને દુઃખી કરતા ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)