કરી કરી પ્રપંચો જીવનમાં, જીવનમાં કર્યું તેં તો ભેગું
આવશે ના કાંઈ એ સાથે તારી, કરજે આ વાતનો સ્વીકાર
માડી રે માડી, ડૂબે છે મારી રે નાવડી, છે તું મારો એક જ આધાર
રાતદિવસ વિકારોમાં રમી, બની ગયો છું એમાં હું તો લાચાર - માડી...
જીવી ના શક્યો જીવન એવું જીવવું હતું જેવું, જો તારા જીવનના દીદાર - માડી...
કરી કોશિશો મેળવવા સુખ, મળ્યું થોડું દુઃખ, મળ્યું બેસુમાર - માડી...
સૂઝતું નથી કર્તવ્ય સાચું, છે મૂંઝવણ એની, છવાયો જીવનમાં અંધકાર - માડી...
કેળવતો ને કેળવતો રહ્યો જીવનમાં, હું કંઈક ખોટાં રે ધિક્કાર - માડી...
મેળવવામાં ને મેળવવામાં ખોઈ શાંતિ, છે મારા જીવનની તું જાણકાર - માડી...
રહી શકું ના દૂર, આવી ના શકું તો પાસે, છે મારા જીવનનો આ ચિતાર - માડી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)