આ શ્વાસ લેતું રે પૂતળું, બોલતાં ને બોલતાં શીખી ગયું
શું બોલવું, કેટલું બોલવું, મથ્યું જીવનમાં, તોય ના શીખી શક્યું
શીખી ના શક્યું જ્યાં એ પાકું, ગોટાળા ને ગોટાળા ઊભા કરતું ગયું
ઘડીમાં લાગ્યું બોલ્યું એ સાચું, થયું પુરવાર તો એ ખોટું ને ખોટું
મથતું ને મથતું રહ્યું જીવનભર બોલવામાં, પાવરધું ના એ બની શક્યું
કદી વેરઝેર એ ઓક્યું, કદી એ વખાણ ખુદનાં કરવામાં ડૂબ્યું
શીખી ના શક્યું એ તો સાચું, રહ્યું એ જીવનમાં કાચું ને કાચું
વાપરતો ગયો શબ્દો અન્યને રીઝવવા, ને ખુદનાં વખાણ કરવા
એમાં ને એમાં એ તો રીઝવવું, પ્રભુને જીવનમાં ભૂલતું ગયું
કાઢી ના શક્યો વાણી એ દિલની, વાણી દિલ સુધી પહોંચાડી ના શક્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)