હૈયામાં સૂર પ્રભુના તું સમાવી લે, પ્રભુના સૂરને તું સમાવી લે
પ્રભુના સૂરમાં, હૈયાના તારને એ સૂરથી તો તું ઝણઝણાવી દે
ગુંજી ઊઠશે પ્રભુના સંગીતથી હૈયું તારું, પ્રભુમય જીવન તું બનાવી લે
જીવનના સૂના તાર તો હૈયાના, ઊઠશે ઝૂમી, એના સંગીતથી ભરી દે
ઝણઝણાવી તાર હૈયાના તો એમાં, જીવનને એમાં તું ઝુમાવી દે
ઝણઝણાવી તાર હૈયાના પ્રભુના સૂરમાં, શ્વાસ તારા વિશુદ્ધ બનાવી દે
કરીને સ્મરણ પ્રભુનાં તો એવાં, હૈયાના તારને ચેતનવંતા બનાવી દે
પ્રભુના નામથી ઊઠશે ખીલી ગુલશન જીવનનું, જીવનને એમાં ખિલાવી દે
પ્રભુના નામના સૂરોથી રે તું, હૈયાનાં કિરણોને આનંદથી તું ભરી લે
મેળવી લેજે ઉષ્મા તું જીવનમાં, ઉષ્મા એમાંથી તો તું મેળવી લે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)