એ ચોટ એવી તો દઈ ગઈ, એ ચોટ એવી તો દઈ ગઈ
એ ચોટ એવી તો દઈ ગઈ, ચોટ એની હૈયાને તો વાગી ગઈ
ધારણાઓ ને ધારણામાં રાચી રહ્યો, ધારણા બધી ઊંધી પડી ગઈ
લીધાં પગલાં ગણતરી કરી કરી, ગણતરી ઊંધી પડતી ગઈ
આશાઓ ને આશાઓ તૂટતી ગઈ, નિરાશા તો રસ્તા રોકી રહી
કર્યો પ્યાર જીવનભર તો જેને, બેવફાઈ તો ત્યાંથી રે મળી
વિશ્વાસ રાખ્યો જીવનમાં જેના ઉપર, દગો જીવનમાં જ્યાં એ દઈ ગઈ
ચાહ્યું હતું સાથ દેશે જે જીવનભર, પહેલાં તોફાનમાં, પીઠ જે ફેરવી ગઈ
જીવનભર કરી મહેનત તો જેના કાજે, એ મહેનત પર પાણી જ્યાં એ ફેરવી ગઈ
ગયો ઉત્સાહથી પ્રકાશ મેળવવા, કેડી ને કેડી અંધકારની મળતી ગઈ
ભાવથી આવકારવા નીકળ્યો જેને, ભાવને જ્યાં ઠેસ એ પહોંચાડી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)