Hymn No. 5391 | Date: 25-Jul-1994
|
|
Text Size |
 |
 |
1994-07-25
1994-07-25
1994-07-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=890
થાશે કેમ કરીને પૂરું સ્વપ્નું મારું રે જીવનમાં, રે પ્રભુ તારા સાથ વિના
થાશે કેમ કરીને પૂરું સ્વપ્નું મારું રે જીવનમાં, રે પ્રભુ તારા સાથ વિના ઘડયાં કંઈક સ્વપ્નો મેં તો જીવનમાં, રહ્યાં એ અધૂરાં પ્રભુ તારા સાથ વિના કરવા ચાહું ઘણું રે જીવનમાં, કરી ના શકું રે પ્રભુ, તારી રજા વિના સ્વપ્ન આવે ને જાયે ઘણાં, આવશે ના મજા, એમાં તારી હાજરી વિના સ્વપ્ન બની ના શક્યો રે વાસ્તવિકતા રે પ્રભુ, તારી રે કૃપા વિના એવા સ્વપ્નને કરવું રે શું, જીવનમાં રે પ્રભુ, સ્વપ્ન તારી યાદ વિના સ્વપ્ન હશે ભલે મીઠાં, લાગશે ના એ મીઠાં રે પ્રભુ, તારા વાસ વિના સ્વપ્ન પણ દઈ ના શકશે આગાહી રે પ્રભુ, તારી પ્રેરણા વિના હાલી ના શકે પાંદડું રે જગમાં, લઈ ના શકાશે, શ્વાસો જીવનમાં તારી દયા વિના છે જીવનમાં હવે એક જ સ્વપ્ન બાકી, થાશે ના એ પૂરું તારાં દર્શન વિના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
thashe kem kari ne puru svapnum maaru re jivanamam, re prabhu taara saath veena
ghadayam kaik svapno me to jivanamam, rahyam e adhuram prabhu taara saath veena
karva chahum ghanu re jivanamam, kari na shakum re prabhu, taari raja veena
svapna aave ne jaaye ghanam, aavashe na maja, ema taari hajari veena
svapna bani na shakyo re vastavikata re prabhu, taari re kripa veena
eva svapnane karvu re shum, jivanamam re prabhu, svapna taari yaad veena
svapna hashe bhale mitham, lagashe na e mitham re prabhu, taara vaas veena
svapna pan dai na shakashe agahi re prabhu, taari prerana veena
hali na shake pandadum re jagamam, lai na shakashe, shvaso jivanamam taari daya veena
che jivanamam have ek j svapna baki, thashe na e puru taara darshan veena
|