તું સલામત નથી, તું સલામત નથી, તું સલામત નથી
રહીશ જગમાં બહાર ને બહાર ફરતો ને ફરતો, જીવનમાં તો જ્યાં
લઈ લઈને છાપ બહારની ઊંડી, ઊતરીશ જીવનમાં અંતરમાં
તૈયાર ને તૈયાર બેઠી છે કુદરત પરાજિત ને પરાજિત કરવા તો જ્યાં
જોઈ જોઈ અન્યના મહેલ ને મિનારા, તણાઈ રહ્યો છે લોભ લાલચમાં એમાં
અનેક તાણો તાણી રહી છે અનેક દિશાઓમાં, જીવનમાં તને તો જ્યાં
સમજ્યા છતાં, તારી સમજણને તાણી જશે કંઈક ચીજો જીવનમાં તો જ્યાં
નથી કાંઈ એકલો તું જગમહીં, લાગશે તને જો તું એકલો તો જગમાંહી જ્યાં
નીકળીશ ભલે જગના અંધકારમાંથી, ઘડી બે ઘડી, જગના પ્રકાશને શકીશ ના તું જીરવી
લેતો ને લેતો રહીશ મીઠી ને મીઠી નીંદર, આળસની તો તું જગમાંહી
તારા બહારના શત્રુઓ પ્રવેશી જાશે, જો એ તારા ને તારા અંતરમહીં
છે એક જ અને અટૂલું સલામત સ્થાન તારું, એના વિના બીજે તું સલામત નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)