જઈશ ભલે જગના કોઈ ભી ખૂણામાં, તારા માથે તો મોતની લટકતી તલવાર છે
પડશે શિર ઉપર ક્યારે તો તારા જીવનમાં, ના કોઈથી તો એ કહી શકાય છે
છે મોતની તલવાર અચૂક તો એવી, કાર્ય પૂરું એનું કર્યાં વિના ના રહેવાની છે
સહુના માથે રહી છે તો જુદી જુદી, એ તો એની એ તલવાર તો છે
જોશે ના એ વાટ તારી, સાંભળશે ના કોઈ વાત તારી, અચૂક એ પડવાની છે
જન્મ્યા જે જે જગમાં, ઝપાટામાં લીધા વિના એને તો એ રહેવાની નથી
છે જગમાં સહુનાં કૃત્યો ઉપર તો એ અંકુશ, ના મુક્ત કોઈને એ રાખવાની છે
દુઃખી હશે કે સુખી હશે તું જગમાં, ના કાંઈ એ તો, એ તો જોવાની છે
સમજી લેજે જીવનમાં આ સત્યને તો તું, તને તો એ કામ લાગવાનું નથી
બચી નથી શક્યું કોઈ એમાંથી, બચવાની શક્યતા તારી ના ઊભી થવાની છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)