તને કેમ કરીને સમજાવું રે મનવા, તને કેમ કરી સમજાવું
ફરી ફરીને રે જગમાં, ઉપાધિ ને ઉપાધિ, ઊભી રહે તું કરતું ને કરતું
તને કેમ કરીને અટકાવું રે મનવા, તને કેમ કરીને સમજાવું
દુનિયાના રંગ તો છે રે જુદા, તારા ઢંગ તો છે જુદા ને જુદા
સંકળાયા છીએ જગમાં તો જીવનમાં જ્યાં, આપણે સાથે ને સાથે
કોશિશો ને કોશિશો કરી કરી, તને હું તો સમજાવું
છોડે ના તું તારા રે રસ્તા, ઉપાધિ ઊભી કરે, તું તો સદા
તું તારી મસ્તી નથી રે છોડતો, રાહ સમય તો નથી કાંઈ જોવાનો
નથી કાંઈ હાર્યો રે તું વળતો, નથી કાંઈ તું થાકીને તો બેસતો
પીડાઓથી રહે ભલે તું ઘેરાયેલો, લંગડાતો ને લંગડાતો રહે તોય તું દોડતો
તને ગમે જ્યાં કોઈ ઠેકાણાં, લઈને બે ઘડી વિસામો ત્યાં રહે પાછો તું દોડતો
તારા અનુભવ વિનાનો, નથી રે કોઈ માનવી તો જગમાં
માને માનવ મજબૂત તો પોતાને, મજબૂર તારી આગળ તોય રહેતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)