Hymn No. 5400 | Date: 28-Jul-1994
|
|
Text Size |
 |
 |
કાના રે કાના, અરે ઓ નંદજીના લાલા, જશોદાના લાલા, મોહન મુરલીવાળા
Kana Re Kana,Are O Ninaadji Na Lala,Jashodana Lala,Mohan Morliwala
કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)
કાના રે કાના, અરે ઓ નંદજીના લાલા, જશોદાના લાલા, મોહન મુરલીવાળા રહી ગોકુળિયામાં રે તેં તો, ચોર્યાં મહી મીઠાં રે વ્હાલા ચોરજે ના ભલે રે તું બીજું, ચોરજે રે તું પૂરાં ચિત્તડાં અમારાં અરે ગોકુળિયાની નરનારીને કાજ, ટચલી આંગળિયે તોલ્યો ગોવર્ધન વ્હાલા જાગે છે રે ઇર્ષ્યા હૈયામાં રે અમને, બની ના શક્યા ગોકુળિયાની ગાય રે વ્હાલા રાખ્યું રે ધ્યાન ગાયોનું પૂરું, પીધાં મીઠાં મીઠાં દૂધડાં એનાં રે વ્હાલા દઈ ના શક્યાં દૂધડાં તને રે વ્હાલાં, કરશું અર્પણ તને જીવન અમારાં લીધા રાધાના સાથ તમે, કે રાધાએ તમારા, ચિતડાં અમારાં એમાં મૂંઝાયાં રહ્યા નિર્ણય કરવામાં અમે મૂંઝાતા ને મૂંઝાતા, અરે ઓ બંસરીવાળા ભલે પહેરજે તું પીળાં પીતાંબર, પહેરજે પગમાં પાવડી, તારજે ને તારજે અમારી નાવડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|