Hymn No. 5410 | Date: 04-Aug-1994
|
|
Text Size |
 |
 |
1994-08-04
1994-08-04
1994-08-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=909
તું શું છે ને શું નથી, તું ક્યાં છે ને ક્યાં નથી રે પ્રભુ, એ કહી શકાતું નથી
તું શું છે ને શું નથી, તું ક્યાં છે ને ક્યાં નથી રે પ્રભુ, એ કહી શકાતું નથી છે તું સર્વશક્તિમાન ને સર્વવ્યાપક, બે મત એમાં તો કોઈના તો નથી અનેક પાસાઓમાં વહેંચાયેલો છે તું જગમાં, ભ્રમ એમાં ઊભો થયા વિના રહ્યો નથી સૃષ્ટિ સરજીને જગમાં તો તું, જગમાં તોય તું નિર્વિવાદ તો રહ્યો નથી તારી સૃષ્ટિનું કારણ સહુ ગોતતા રહ્યા, કારણોનો અંત હજી આવ્યો નથી નિતનવાં કિરણો તું ફેંકતો રહ્યો જગમાં, કિરણો માનવ હજી પકડી શક્યા નથી આ અદ્ભુત સૃષ્ટિનો સર્જક તું, અદ્ભુત તું રહ્યો, દૃષ્ટિમાં તું આવતો નથી ગુણે ગુણે રહ્યો જગમાં તું વ્યાપક, ભાવોનાં બંધન સ્વીકાર્યા વિના રહ્યો નથી આદિ તો છે તું, અંત નથી રે તારા વિવાદના અંત, જગમાં આવશે નવા દેતો રહ્યો પ્રેમ જગમાં સહુને તું, પ્રેમથી બંધાયા વિના તું રહ્યો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
tu shu che ne shu nathi, tu kya che ne kya nathi re prabhu, e kahi shakatum nathi
che tu sarvashaktimana ne sarvavyapaka, be maat ema to koina to nathi
anek pasaomam vahenchayelo che tu jagamam, bhrama ema ubho thaay veena rahyo nathi
srishti sarajine jag maa to tum, jag maa toya tu nirvivada to rahyo nathi
taari srishtinum karana sahu gotata rahya, karanono anta haji aavyo nathi
nitanavam kirano tu phenkato rahyo jagamam, kirano manav haji pakadi shakya nathi
a adbhuta srishtino sarjaka tum, adbhuta tu rahyo, drishtimam tu aavato nathi
gune gune rahyo jag maa tu vyapaka, bhavonam bandhan svikarya veena rahyo nathi
adi to che tum, anta nathi re taara vivadana anta, jag maa aavashe nav
deto rahyo prem jag maa sahune tum, prem thi bandhaya veena tu rahyo nathi
|