સમય નથી કરતો કોઈને આબાદ, કે નથી કરતો એ કોઈને બરબાદ
તારાં ને તારાં રે કૃત્યો કરતાં રહ્યાં છે, તને આબાદ કે બરબાદ
દોષ દેતો રહ્યો છે તોય તું સમયને, કરી રહ્યો છે તારો સમય એમાં બરબાદ
બરબાદીની રાહ ના છોડીને, ક્યાંથી કરી શકીશ જીવન તારું તું આબાદ
કર્યો સમય બરબાદ જીવનમાં તો જે, આપત્તિ રહેશે એ તો એની યાદ
દોષ દેતો ને દેતો રહ્યો તું તો, છોડી ના જીવનમાં સમયની ફરિયાદ
હર ફરિયાદ જીવનમાં તો તારી ને તારી, દેતી ને દેતી રહેશે, તારાં કૃત્યોની યાદ
કરતા ને કરતા રહી સદા ફરિયાદ, ક્યાંથી કરી શકીશ તારા જીવનને આબાદ
કરવું છે આબાદ જીવનને તો તારે, કરતો જા જીવનમાંથી વિકારોને બાદ
ચાલવા દેજે જીવનની ગાડી તારી, આબાદીની રાહ પર થાશે ના તો તું બરબાદ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)