હે દિલ તને તો શું કહું, હે દિલ તને તો શું કહું
ના જવું હોય જ્યાં મારે, મને ત્યાં તો તું લઈ જાય છે
મુસીબતોને ચાહું છું છોડવાને, છોડવાને જીવનમાં તો જ્યાં
એમાં ને એમાં મને તું, ફસાવતું ને ફસાવતું તો જાય છે
છે રસ્તા તારા તો અલગ, છે મંઝિલ મારી તો અલગ
તારા રસ્તા ઉપર ચાલવાને, મને તું મજબૂર કરતું જાય છે
રાજી થઈ જાય જ્યારે તો તું, સોનેરી સ્વપ્નું ઊભું તું કરી જાય છે
જ્યાં ચાહું જીવનમાં તો જ્યાં જ્યાં, જ્યારે અટકાવી મને તું જાય છે
મને તો તું તારી મનગમતી દિશામાં, તું ખેંચી જાય છે
આવવા ના દે અંદાજ તું તારા, તારા અંદાજમાં મને ઘસડી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)