છે પ્રેમની દોરી રે, મજબૂત તો તારી કેવી રે પ્રભુ
સહુ ખેંચાઈ ખેંચાઈ આવે તો, પાસે તો તારી રે
જાય છે ભૂલી, જગનાં તો સહુ બંધનો ને મુસીબતો
જાગે હૈયે ઇચ્છા આવવા, મળવા તો તને રે
જગ ભી ભૂલે ને જાત જાય ભૂલી, એક વાર જાગે હૈયે યાદ તારી રે
નજરમાં આવ્યો જ્યાં નજરે એક વાર તો તું નજરમાં રે
આવે ના નજરમાં એની રે, બીજું તો કાંઈ રે
સ્થપાયે શાંતિનું સામ્રાજ્ય તો એના હૈયે રે
પ્રેમની દોરી તારી જ્યાં, ખેંચતી ને ખેંચતી જાય એને રે
ના લાગે ઘા એના, ના લાગે ઘસરકા તો એના રે
હોય ઘા તોય ઊંડા એને, આપે મીઠી મીઠી યાદ એની રે
તારી પ્રેમની દોરી તો, ખેંચતી ને ખેંચતી જાય એને રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)