તારી જીવન ગાડી રે, તારી જીવન ગાડી ચાલી જાય, તારી જીવન ગાડી ચાલી જાય
કદી ચાલે એ તો ખોડંગાતી, કદી પૂરપાટ ગતિમાં એ તો દોડતી ને દોડતી જાય
કદી વનવગડાની વાટે એ તો ચાલે, કદી એ તો સરખા રસ્તે દોડી જાય
દૃશ્યો અનેરા એ દેખાડી જાય, દૃશ્યો એમાં તો બદલતાં ને બદલતાં જાય
કદી સામા વેગે એ તો ચાલે, કદી અનુકૂળ વાયરાના સાથમાં એ ચાલી જાય
હશે સગવડ જેવી તારી ગાડીમાં, સગવડ એવી તો તને એમાં મળતી જાય
ગતિ એની તો જીવનમાં સદા, એવી બદલાતી ને બદલાતી જાય
લીધું હશે સાથે જીવનમાં તો જે જે ભાથું, તને એ તો ખવરાવતી જાય
રોકાશે ક્યાં ને એ કેટલું, ના એ કહેવાય, પણ એ તો ચાલતી ને ચાલતી જાય
ખૂટતા ઇંધણ એનું રે જગતમાં, ત્યાંને ત્યાં જીવનમાં, એ તો અટકી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)