ભૂલથી પણ જીવનમાં એ ભૂલવાનું નથી, ભૂલવાનું છે જે યાદ એને કરવાનું નથી
દુઃખદર્દ ભૂલવાનું છે જીવનમાં કરી યાદ એને, દુઃખી એમાં થવાનું નથી
આવે નિરાશાઓ જીવનમાં, કરી યાદ એને ને એને, નિરાશામાં રહેવાનું નથી
પડશું-આખડશું જીવનમાં ઘણી વાર, ભૂલીને એ ઊભા થયા વિના ચાલવાનું નથી
ખાલી વિચારો કરી કરી જીવનમાં, અમલ એનો કર્યાં વિના જીવનમાં મળવાનું નથી
જીવનમાં કરી ખોટી દોડાદોડી, કરી એવી ખોટી દોડાદોડ જીવનમાં એમાં, થાકવાનું નથી
સમજાય જીવનમાં જ્યાં સાચું, જીવનમાં ત્યાં ખોટાં મતોને વળગી રહેવાનું નથી
ખોલવું છે નવું પ્રકરણ જીવનમાં જ્યાં, જૂનાને ભૂલ્યા વિના રહેવાનું નથી
રહ્યું નથી જે હાથમાં, રહેવાનું નથી જે હાથમાં, ભૂલ્યા વિના એને તો રહેવાનું નથી
સુધારવું છે જીવનને તો જ્યાં, ત્યાં જીવનમાં દોષોને ભૂલ્યા વિના રહેવાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)