સર્જ્યાં માનવે તો રમકડાં, રહ્યા એ સૌ, એક ચાવીથી ચાલતું ને ચાલતું
સર્જ્ય઼ું પ્રભુ તેં માનવ રમકડું, રહ્યું એ અનેક ચાવીથી ચાલતું ને ચાલતું
રહ્યું જીવનમાં એ કરતું ને કરતું, એક ચાવીનું જોર તો એમાં દેખાતું
દેખાય એના જીવનમાં, જુદી જુદી ચાવીનું પ્રાબલ્ય તો વધતું ને વધતું
વધારે ગતિ જ્યાં એક ચાવી એવી, ચાવી બીજી એને ત્યાં અટકાવતું
માનવે સર્જેલા રમકડાની ચાવી દેખાય, પ્રભુ ચાવી તારી તો ના જોઈ શકતું
માનવે સર્જેલ રમકડું, ના ભાવ બતાવતું, રમકડું તારું તો ભાવમાં રમતું
માનવે સર્જેલ રમકડું ના એની સામે લડતું, પ્રભુ તારું રમકડું તારી સામે થાતું
મન વિનાનું તો છે માનવે સર્જેલ રમકડું, પ્રભુ તારું રમકડું મનથી રહે ચાલતું
માનવે સર્જેલ રમકડું, ના સાચુ-ખોટું કરતું, પ્રભુ તારું રમકડું, રમત બધી રમાડતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)